આજે વિજ્ઞાનની મદદથી પ્રજ્ઞાચક્ષુ વ્નાચી લખી શકે છે, પતા અને શતરંજ રમી શકે છે, ઉષ્ણતામાન અને હવાના દબાણનો આંક વાંચી શકે છે. ભૂગોળ-ભૂમિતિનું જ્ઞાન પણ તેમને સુલભ બન્યું છે. આવું જ્ઞાન આપનાર અંધશાશાળા અને પ્રજ્ઞાચક્ષુઓની મુલાકાત લેનાર કે પરીચયમાં આવનારને માટે કદાચ આ બહુ નવાઈની વાત રહી નહિ હોય, પરંતુ જેઓ આ બાબતથી અજ્ઞાત છે, તેમને અવશ્ય આશ્ચર્ય થશે કે એવો તે શું જાદુ કરવામાં આવતો હશે? પણ ખરેખર તેમ નથી. આ ચમત્કાર એક એવી અસામાન્ય લિપિને આભારી છે કે લિપિને શોધ પાછળ એક નવયુવાનના પરિશ્રમ-પ્રેમી જીવનનું બલિદાન રહેલુ છે. આ પુરુષનું નામ લુઈ બ્રેઇલ હતું.
લુઈ બ્રેઇલનો જન્મ ઇ.સ. ૧૮૦૯ની ૪ જાન્યુઆરીએ પેરીસથી ૪૭ કિ.મી. દુર આવેલું કેપરું નામના એક નાનકડા પરગણામાં થયો હતો. કુટુંબના સૌથી નાના બાળક તરીકે જ નહિ, પરંતુ શાંત સ્વભાવના અને તેજસ્વી બુદ્ધિ ધરાવનાર તરીકે લુઈના પિતાનો પ્રેમ સંપાદન કર્યો હતો. તેના પિતાની મનોકામના પુત્રને પોતાના ધંધામાં પાવરધો બનાવવાની હતી. આ ધંધો હતો ઘોડાના જીન બનાવવાનો. પણ માનવી ધારે છે તેમ વિધિ હમેશા વર્તતી નથી. ગૌતમ બુદ્ધનું જીવન તેના પિતાના સ્વપ્ન અનુરૂપ ક્યાં થયું હતું? એજ રીતે લુંઈના જીવનમાં અસાધારણ ઘટના બની. ત્રણેક વર્ષના લુઈ જીન બનાવવાના સોયથી રમતા રમતા એક આંખ ગુમાવી. અનેક પ્રકારે સારવારના પ્રયત્નો કરવા છતાં આંખ તો ના મળી પણ બીજી આંખનું તેજ પણ હણાયું. આમ પિતાનો વહ્લોસોયો બાળક અંધ બન્યો. કુટુંબને ખુબ આઘાત લાગ્યો. આ દ્રષ્ટિહીન બાળકના ભાવિની ચિંતા કુટુંબીજાનોના કાળજાને કોરી ખાતી હતી. લુઈએ દ્રષ્ટિ પણ તેની બુદ્ધિપ્રતિભા અને જ્ઞાનભૂખ તો એવી અનામત હતી. એના નાના ભાઈ-બહેન સાથે તે ગામડાની શાળામાં ભણવા જવા લાગ્યો. શાળામાં તેને અભ્યાસનિષ્ઠાએ મોખરાનું સ્થાન આપવ્યું. તેની ગ્રહણશક્તિ અને ધારણા ખુબ જ પ્રબળ હોવાથી તેને માટે કશું જ અઘરું નહતું. આધુનિક મનોવૈજ્ઞાનિકો તથા કેળવણીકારો આવી ઉણપવાળાને સર્વાંગી વિકાસ માટે સામાન્ય શાળા-કોલેજમાં શિક્ષણ આપવાની હિમાયત કરે છે. આ વૈજ્ઞાનિકોને સત્યનો વ્યવહારુ પુરાવો લુઈએ પૂરો પડ્યો છે.
લુઈના પિતાની સતત દેખરેખ અને કાળજીથી નેતરની સોટીની મદદથી ચાલતા શખ્યો. પછી તો તેની અડગ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધતા ચાલ્યા. તે સ્વતંત્ર રીતે ખાડા-ટેકરાવાળી પર લાકડીની મદદથી ચાલતા શીખ્યો. ૧૦ વર્ષની વયે પેરીસની અંધશાળામાં ખાસ શિક્ષણ માટે દાખલ કરવામાં આવ્યો, ત્યારથી તેનું કાર્યક્ષેત્ર વિશાળ બન્યું. તેનું બુદ્ધિચાતુર્ય અને હસ્તકૌશલ જોઈ શિક્ષકો આશ્ચર્યચકિત થઇ જતા. વારંવાર તેને તાળીઓના ગડગડાટ અને હર્ષનાદથી વધાવી લેવાતો. શાળામાં રહીને તેણે ઈતિહાસ, ભૂગોળ, ગણિતશાસ્ત્ર, સંગીત અને હસ્તઉદ્યોગનું સારું જ્ઞાન સંપાદન કર્યું.
લુઈ ભણતો હતો તે શાળામાં અંધ કેળવણીના જનક વેલેન્તાઈન હોવેએ શોધેલી રેખીય લિપિ (રોમન અક્ષરો ઉપસાવીને બનાવેલી) વડે શિક્ષણ આપવામાં આવતું હતું. આ રેખીય લિપિ ફક્ત વાંચવાના ઉપયોગમાં જ લેવાતી. પ્રાથમિક એવી આ પદ્ધતિ વાંચવામાં ખુબ કઠિન, અધુરી અને અવિકસિત હતી. લુંઈની ઈચ્છા કોઈ સરળ અને સંપૂર્ણ લિપિ શોધવાની હતી. તેના ચિત્તમાં આ શોધ અને તે ધ્વારા અંધજનો માટે જ્ઞાનદ્વાર ખોલવાની ઝંખના એવી તો રહ્યા કરતી હતી કે નવરાશે પણ જંપીને બેસતો નહિ. પ્રબળ ઇચ્છા હોય તો માર્ગ મળી રહે છે.
ઈ.સ. ૧૮૨૧ની શરૂઆતનો પ્રસંગ લુઈ માટે પ્રેરણારૂપ બની ગયો. શીઘ્રસેના અને દારૂગોળાના માજી ઉપર ચાર્લ્સ બાર્બેર્રીયન એક વખત અંધશાળાના ડોક્ટરની મુલાકાતે આવેલા. તેમને જણાવ્યું કે, મોટી સોય(બોડ્કીન)ની મદદથી કાગળ ઉપર ટપકાં અને રેખા ઉપસાવી એવી સંજ્ઞા બનાવી શકાય છે કે જે સ્પર્શથી વાંચી શકાય છે. આ સંજ્ઞા યુદ્ધના ગુપ્ત સંદેશા માટે ઉપયોગમાં લેવાની શક્યતા બાર્બેરિયનને જણાઈ હતી. સૌને ગમ્મત પડી, પરંતુ ઉપસાવેલા ટપકાં પર આંગળી ફેરવતા લુંઈના મનમાં એક આશાનું કિરણ ચમક્યું. તે અતિ ઉત્સાહમાં આવી ગયો ને બોલી ઉઠ્યો, “બસ મારે આજ જોઈતું હતું.”
લુઈ ટપકાંને લિપિનું રૂપ આપ્યું. લિપિમાં માત્ર બાર ટપકાંનો ઉપયોગ થતો.આંગળીના ટેરવાથી વાંચવાની રહેતી. આમ, ત્રણ વર્ષની વયે અંધ થઇ ગયેલા લુઈ પંદરમાં વર્ષે અંધજનો માટે બ્રેઇલ લિપિ વિકસાવી. જો કે હજુ તે પૂરું અને ચોક્કસ સ્વરૂપ પામી ન હતી. શોધ વખતે લુંઈની ઉંમર માત્ર પંદર વર્ષની હતી. શાળાનો અભ્યાસ પૂરો થયા બાદ તુરંત જ ૧૮૨૮માં તેની શાળામાં તે જુનિયર અધ્યાપક તરીકે નીમાયો હતો. ગણિત અને ભૂગોળ જેવા અઘરા વિષયો શીખવવાની તેની આવડતથી વિદ્યાર્થીઓ પર ખુબ પ્રભાવ પડી શકતો હતો. દિવસના સતત કામને લીધે તેની પ્રાથમિક સ્વરૂપની શોધને ચોક્કસ આખરી સ્વરૂપ આપવાનો સમય મેળવી શકતી ન હતો. આથી રાતના અંધકારમાં તે પ્રજ્ઞાચક્ષુઓ માટેના પ્રકાશને પ્રગટાવવા મથતો હતો. શાળાની રજાઓમાં તે ઘરે આવતો. રજાઓ આરામથી ગાળવાને બદલે ચોક્કસ સાધનો વડે લિપિ વડે માટેના ટપકાં ઉપસાવતો. આજુબાજુના લોકો આ જોઇને કહેતા, “જુઓ આ બ્રેઇલ કાણા પડે છે.” આ ઉપહાસ તેને ગણકાર્યો નહિ. તેની “તમસો મા જ્યોતિર્ગમય”ની પ્રાર્થના પ્રભુએ સાંભળી. આખરે છ ટપકાંવાળી સરળ અને વાંચી- લખી શકાય તેવી લિપિને જન્મ આપ્યો. આ ટપકાં ત્રણ ત્રણની ઉભી બે હારમાં ગોઠવી ૬૩ સંજ્ઞાઓ તૈયાર કરી, જેમાં મૂળાક્ષરો, વિરામચિન્હો અને ગણિતની સંજ્ઞાઓનો સમાવેશ કર્યો છે. આ લિપિનું નામ તેના નામ પરથી જ “બ્રેઇલ લિપિ” પડ્યું. બ્રેઇલ લિપિ સંપૂર્ણ સરળ અને શાસ્ત્રીય હોવા છતાં તેના સમકાલીન વિરોધીઓએ આ લિપિ અપનાવી નહિ. આથી લુંઈને બહુ દુઃખ થયું. ૨૬માં વર્ષે તે બીમાર પડ્યો. તેને આરામ લેવાની ફરજ પડી. તેથી ઝડપી પ્રકાશન અંગે કશું ન કરી શક્યો. જયારે તે પેરીસ આવ્યો ત્યારે તેનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. તેની મળતી નિષ્ફળતા પાછળ કેટલાક વૈજ્ઞાનિક સ્વાર્થસાધનું કાવતરું કામ કરતું હતું. આમ છતાં તેને પૂરો આત્મવિશ્વાસ હતો કે એક વખત આ લિપિ તેનું પોત પ્રગટાવશે. અને આમ, અવરોધો વટાવી લિપિ વ્યાપક થઇ ત્યારે ૪૩માં વર્ષે તેનો હંસલો ઉડી ગયો હતો!