વિકલાંગ મિત્ર ટ્રસ્ટ

“વિકલાંગ મિત્ર ટ્રસ્ટ” બધા જ પ્રકારના વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરવાવાળી એક સામાજિક, બિનસરકારી, બિન સાંપ્રદાયીક સ્વૈચ્છિક સંસ્થા છે. સંસ્થા રજીસ્ટર ટ્રસ્ટ છે. સંસ્થાનું ટ્રસ્ટ એક્ટ અને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ નીચે રજીસ્ટ્રેશન થયેલ છે. જેનો ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર એફ. ૩૮૩૪ / મહેસાણા તથા સોસાયટી રજીસ્ટ્રેશન નંબર ગુજ. ૩૮૪૯/ મહેસાણા છે. સંસ્થા દ્વારા ચલાવતી વિવિધ પ્રવૃર્તીઓની માહિતી નીચે મુજબ છે.

image

વિકલાંગ મિત્ર પ્રકાસન

વિકલાંગ મિત્ર સમાચાર પત્રના માધ્યમ દ્રારા ગ્રામીણ અને શહેરી વિકલાંગોને ઘરે બેઠા માહિતી પહોચાડવી, વિકલાંગોએ મેળવેલ સિધ્ધીઓને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડવું, વિકલાંગોના હક્ક અધિકારો બાબતે જાગૃતિ લાવવી, વિકલાંગ કલ્યાણની પ્રવૃર્તીઓના સમાચારો, કાર્યક્રમ અને માહિતી પ્રકાશિત કરી સંસ્થાઓ, સરકાર અને સમાજ વચ્ચે સંવાદની ભૂમિકા અદા કરે છે. જ્યાં કોઈ માહિતી પહોંચતી નથી ત્યાં આ સમાચાર પત્ર વિકલાંગો માટે આશીર્વાદરૂપ છે. આ સમાચર પત્ર ગુજરાતના તમામ જીલ્લાઓમાં તથા મુંબઈ જેવા મોટા શહેરો અને ઈંગ્લેંડ, અમેરિકામાં પણ જાય છે.

વિકલાંગ માહિતી – માર્ગદર્શન સહાય

વિકલાંગોને મળતી સગવડો,સાધનો, મદદ અંગે ના ફોર્મ તથા અન્ય માહિતી વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે. આ કેન્દ્ર દ્રારા વિકલાંગોનો સર્વ કરી તેમની માહિતી કમ્પ્યુટરરાઈઝ કરવા પ્રયત્નો શરુ કરેલ છે.ટ્રાઈસીકલ, વ્હીલચેર, સફેદ લાકડી, બ્રેઈલ કીટ,બગલ ઘોડી, હિયરીંગ એઈડ, કૃત્રિમ હાથ-પગ વગેરે જેવા સાધનો મેળવી આપવામાં સંસ્થા મદદરૂપ બને છે.

વિકલાંગ લગ્ન સહાય

વિકલાંગો માટે લગ્ન અંગેનો પ્રશ્ન ઘણો વિકટ છે. આના ઉપાયરૂપે તમામ પ્રકાર ના લગ્ન ઉત્સુક વિકલાંગોના બાયોડેટા રાખવામાં આવે છે અને આ બાયોડેટા કમ્પ્યુટરરાઈઝ કરવામાં આવે છે. વિકલાંગોને ગુજરાતમાં યોજાતા વિકલાંગ જીવન પસંદગી સંમેલનોમાં ભાગ લેવા માહિતી અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જરૂર જણાયે સંસ્થા દ્રારા જીવન પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવશે અને તેમના લગ્નો કરાવી આપવાની વ્યવસ્થા કરશે.

વિકલાંગો રોજગાર માર્ગદર્શન

વિકલાંગો માટે રોજગાર એ સ્વાવલંબન માટે અત્યંત જરૂરી છે, જેથી વિકલાંગો કોઈના ઓશિયાળાના રહે. આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે સંસ્થાએ વિકલાંગોથી થઇ શકે એવા કામો નું સંશોધન હાથ ધરેલ છે. વિકલાંગો માટે રોજગારીની વિપુલ તકો કોલ સેન્ટરોમાં છે. વિકલાંગોની ખાસ ભરતી થાય એવા પ્રયત્નો સંસ્થા ધ્વારા શરૂ કરે છે. વિકલાંગોને સરકારી નોકરીઓ અંગે ની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વિકલાંગો માટે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભમાં વધુ માં વધુ વિકલાંગો ભાગ લે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્ય, રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય વિકલાંગ રમોત્સવનું આયોજન થાય છે. તે અંગેની માહિતી આપી તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિકલાંગો માટે વિવિધ સંસ્થાઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તે અંગેની માહિતી આપી તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

એવોર્ડ-પારિતોષિક

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે વિકલાંગો માટે વિવિધ પારિતોષિક આપવામાં આવે છે. તે અંગેની તમામ માહિતી આપી ફોર્મ ભરી આપવામાં આવે છે. આ સિવાય અનેક સંસ્થાઓ તરફથી વિવિધ એવોર્ડ-પારિતોષિક આપવામાં આવે છે. તે અંગેની તમામ માહિતી વિકલાંગો સુધી પહોચાડવામાં આવે છે. તેનો લાભ ઘણા વિકલાંગોને મળેલ છે. સંસ્થા ધ્વારા વિકલાંગ વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ માટે “વિકલાંગ મિત્ર ” એવોર્ડ આપવાની યોજના છે. આ ઉપરાંત વિકલાંગોને લગતા તમામ વિષયોમાં સંસ્થા દ્રારા વિવિધ પ્રવૃર્તીઓ કરવામાં આવશે.